6-જીવનપ્રેરક સત્યઘટનાઓ પ્રેરણાદાયી વાત-6
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
[1] સબસે ઊંચી પ્રેમ સગાઈ – મોહનલાલ માંકડિયા (અમેરિકા)
આજે સંકુચિતતા તથા સ્વાર્થને લીધે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે પણ અનુભવે એમ લાગે છે કે ક્યાંકને ક્યાંક હજુ કરુણાનો દીપક જલે છે.
હું ઓરિસ્સા-સંબલપુરમાં 33 વરસ રહ્યો છું. ગામડે ગામડે નાના માણસોથી લઈને મિનિસ્ટર લેવલના માણસોના સંપર્કમાં આવ્યો. 1962માં હું સંબલપુરથી મારા ધંધાની જગ્યાએ 70 માઈલ દૂર આવેલા ગામ ‘ગજબંધ’ જવા નીકળ્યો. બે વાગે 50 માઈલ બરગઢ બરપાલી સુધી તો મારી મોટરસાયકલ બરાબર ચાલી. અને પછી રસ્તામાં કેનાલ રોડ (હીરાકુંડ ડેમ) ઉપર નિર્જન રસ્તે ખરાબ થઈ ગઈ. ખૂબ કિક મારી, પ્લગ સાફ કર્યો પણ કશું વળ્યું નહીં. અંધારું થઈ ગયું. તમરાં બોલવા લાગ્યાં. જંગલ રસ્તો, રીંછની બીક, મન થોડું ગભરાણું
READ MORE જીવનપ્રેરક સત્યઘટનાઓ પ્રેરણાદાયી વાત-6
THANKS TO COMMENT