8-ગુલાબનું ફૂલ – ડૉ. વીજળીવાળા પ્રેરણાદાયી વાત-8
સુંદર મજાનો એક બગીચો હતો. એમાં એક ખૂણે બાંકડા પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. બેઠો બેઠો એ પોતાની વ્યથાઓને યાદ કરીને દુ:ખી થઈ રહ્યો હતો. જિંદગીએ એને આપેલાં દુ:ખોથી એ અત્યંત વ્યથિત જણાતો હતો. દીકરો અને એની વહુ બરાબર સાચવતાં નહોતાં, અથવા તો સાચવતાં હતાં પણ એને એનાથી સંતોષ નહોતો. પગના સાંધા જકડાઈ ગયા હતા, મોતિયો પણ પાકવાની તૈયારીમાં હતો, તબિયત પણ નરમગરમ રહેતી હતી. આટલાં બધાં કારણો મગજમાં ઘમસાણ મચાવી રહ્યાં હતાં. એના કારણે સુંદર બગીચામાં બેઠા હોવાં છતાં એ દાદાને એક પણ વસ્તુ સારી નહોતી લાગતી.
READ MORE ગુલાબનું ફૂલ