મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ

Baldevpari
17

મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ

TECHNOLOGY-TIPS



  • આપનો મોબાઇલ ખોવાય જવાની 
  • કે ક્યાંક ભૂલી જવાની સંભાવના ટાળી શકાય નહીં 
  • આ સમયે આપપને સ્માર્ટ બનવું જરૂરી છે 
  • નીચે ની એપ્લિકેશન નો અભ્યાસ કરી લેવો 
  • અને યોગ્ય લાગે તો એપ. ઇન્સ્ટોલ કરી લેવાથી આપનો ખોવાયેલ મોબાઇલ આપને મળી શકે  
  • કિંમતી ફોન શોધવાના રસ્તાઓ સ્માર્ટ ફોન સાથે સ્માર્ટ રહેવું જરૃરી છે
  • આખી દુનિયામાં રોજ ઢગલાબંધ મોબાઇલફોન ગુમ જાય છે 
  • જેમાંથી કેટલાક ચોરી થઇ જાય છે તો કેટલાક પડી જાય છે. 
  • પરંતુ સ્માર્ટ લોકો પોતાના મોબાઇલની સુરક્ષાની 
  • વ્યવસ્થા પહેલાંથી જ કરી લે છે.
  • અંહી કેટલીક એવી એપ્લિકેશનો વિશે જણાવીશું 
  • જેને તમે તમારા મોબાઇલમાં જરૂર ઇન્સ્ટોલ કરો જેથી ગમે ત્યારે 
  • તમારો ફોન ખોવાય જાય તો કમ સે કમ તેને શોધી શકાય. 
  • આ એપ્લિકેશનોની મદદથી તમે ફોનનું લોકેશન અને તેમાં સેવ ડેટાને સુરક્ષિત કરી શકો છો. 
  • તો આવો જોઇએ ટોપ ટેન એન્ટી થેફ્ટ એપ્લિકેશનો વિશે.

આઇ.એમ.ઇ.આઇ IMEI નંબર

  • દરેક સ્માર્ટફોનનો એક યૂનિક આઇએમઇઆઇ નંબર હોય છે 
  • જેને તમે તમારા ફોનમાં *#06# ડાયલ કરી જાણી શકો છો. 
  • તમારા ફોનના આઇએમઇઆઇ નંબરને ગમે ત્યાં લખી લો 
  • કારણ કે ફોન ગુમ થઇ જતાં આ નંબરની મદદથી તમે તમારા ફોનને લોક કરી શકો છો 
  • જેથી બીજું કોઇ તેનો ઉપયોગ ન કરી શકે. 
  • આ ઉપરાંત ફોનની બેટરી કાઢ્યા બાદ પણ તમે 
  • આ તમારા ફોનનો આઇએમઇઆઇ તેના બેક કવર પર જોઇ શકો છો. 
  • ફોન ગુમ થઇ ગયા બાદ તેની પોલીસ ફરિયાદની કેપ એટેચ કરી અને તમારા ફોનનો આઇએમઇઆઇ નંબર લખી પોલીસમાં ફરિયાદ કરો પોલીસ સાઇબર સેલ તમારી ફરિયાદ આપ્યા બાદ 
  • ફોનનું લોકેશન ટ્રેક કરવા લાગશે.

અવાસ્ત મોબાઇલ સિક્યોરિટી

  • આ એક ફ્રી ઇનવિજિબલ સિક્યોરિટી એપ્લિકેશન છે 
  • જેની મદદથી તમે તમારા ફોનને વાયરસથી બચાવી શકે છે 
  • સાથે જ ફોન ચોરી થતાં એસએમએસ દ્વારા 
  • તેનું લોકેશન પણ ટ્રેક કરી શકે છે.
  • મોબાઇલ ચેન્જ લોકેશન ટ્રેકર
  • મોબાઇલ ચેન્જ ટ્રેકરની મદદથી તમે 
  • તમારા ખોવાયેલા ફોનનું લોકશન જાણી શકો છો. 
  • જો કોઇ તમારા ફોનમાં લાગેલું સિમ કાઢીને 
  • તેમાં બીજું કોઇ સિમ લગાવે છે તો 5 મિનિટની અંદર 
  • નવા સિમનો નંબર અને તેનું લોકેશન તમારા 
  • બીજા નંબર પર મોકલી આપે છે.

થીફ ટ્રેકર

  • થીફ ટ્રેકર એપ્લિકેશન તમારા ફોનમાં લાગેલા ફ્રન્ટ કેમેરા 
  • દ્વારા ફોનનો ઉપયોગ કરનાર 
  • વ્યક્તિનો ફોટો પાડીને તેને ઇમેલ કરી દે છે.

સ્માર્ટલુક

  • આ સોફ્ટવેર પણ થીફ ટ્રેકરની જેમ ફોનના 
  • ફ્રન્ટ કેમેરા દ્વારા ચોરનો ફોટો પાડીને તેમને ઇમેલ કરી દે છે, આ ઉપરાંત તેમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે 
  • જે ગૂગલ મેપથી લિંક થઇને તમારા ફોનનું લોકશન પણ બતાવે છે.
  • એન્ટી થેફ્ટ એલાર્મ
  • એન્ટી થેફ્ટ એલાર્મ એપ્લિકેશન ત્યારે કામ લાગે છે જ્યારે તમે તમારો ફોન ક્યાંક મુકીને જતા રહો અને કોઇ બીજી વ્યક્તિ તેની સાથે છેડછાડ કરે છે. છેડતી કરતાં જોરદાર એલાર્મ વાગવા લાગશે, એલાર્મ ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેમાં તમારો પિન નાખશો
  • કેસપરસ્કાઇ પણ એક જાણીતી એપ્લિકેશન છે 
  • જેની મદદથી તમે તમારો ફોન બ્લોક કરવાની 
  • સાથે તેમાં સેવ મેસેજ અને કોલ પણ ફિલ્ટર કરી શકો છો.
  • લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટિવાઇરસ
  • આ ફ્રી એપ્લિકેશન તમારા ખોવાયેલા ફોનનું લોકેશન બતાવી દે છે. 
  • તેના માટે તમે Lookout.comમાં લોગઇન કરીને 
  • ફોનનું લોકેશન ટ્રેક કરી શકો છો.
  • ટ્રેંડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાઇરસ
  • ટોપ એપ્લિકેશનોમાં સામેલ ટ્રેંડ માઇક્રો 
  • મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટી વાઇરસ 
  • એપ્લિકેશન તમારા ફોનને વાયરસથી બચાવે છે 
  • અને સાથે તેમાં પ્રાઇવેસી સ્કેનર અને 
  • પેરેન્ટ કંટ્રોલરનું ફિચર આપવામાં આવ્યું છે. 
  • તમે ટ્રાયલ પેકને 30 દિવસ સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.

જો લુકઆઉટ મોબાઇલ સિક્યોરિટી

  • જો લુક આઉટ એપ્લિકેશન તમારા ફોનમાં કામ કરી રહી નથી 
  • તો પ્લાન એપ્સની મદદથી તમે 
  • તમારો ફોન જીપીએસ દ્વારા સર્ચ કરી શકો છો. 
  • આ ફોનનું લોકેશન ફોનના સૌથી 
  • નજીકના ટાવરના સિગ્નલની મદદથી તમને જણાવી દેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

17ટિપ્પણીઓ

THANKS TO COMMENT

  1. બાલદેવ બાપુ !!!નામો નારાયણ,

    મોબાયલ વપરાશ અંગેની ટિપ્સ ઘણી સરસ છે તમને ધન્યવાદ!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. MARO 4N CHORAI GYO 6 JE SIMPLE 6 TO MARE KAI RITE TRESS KARVO ..? PLZ HELP . MARE 2 VAR 4N KHOVAYEL 6...

    જવાબ આપોકાઢી નાખો
  3. દિગ્વિજયસિંહ રાજપુત30 માર્ચ, 2015 એ 08:22 PM વાગ્યે

    આજ પહેલી વખત આપની વેબસાઈટ્નો ઉપયોગ કર્યો. ખરેખર બહુ જ સારું જાણવાનું મળ્યું ......... બસ એમ જ આપ લોકોનું જ્ઞાન વધારતા રહો.....ધન્યવાદ!!!

    જવાબ આપોકાઢી નાખો
  4. REALLY A GREAT WORK .PLZ SEND MOST IMP Q AND ANSWER FOR MARCH 17....FOR 10 AND 12TH.....

    જવાબ આપોકાઢી નાખો
ટિપ્પણી પોસ્ટ કરો