અચુકને અચૂક વાંચો :
=============
એક શેઠે એક સરસ મજાનો કુતરો પાળેલો હતો. કુતરો શેઠને પૂર્ણપણે વફાદાર હતો. શેઠ બહાર જાય તો પણ એને ઘરની ચીંતા ન હોય કારણ કે કુતરો ઘરની દેખભાળ બહુ સારી રીતે રાખતો.
શીયાળાની એક રાત્રીએ બધા ઠંડીથી બચવા માટે ગોદડા ઓઢીને સુતા હતા અને મીઠી નીંદ્રાની મોજ માણતા હતા. અડધી રાતે અચાનક કુતરાએ ભસવાનું શરુ કર્યુ. શરુઆતમાં કુતરાના ભસવા પર કોઇએ ધ્યાન ન આપ્યું પણ ભસવાનું સતત ચાલુ રહેવાને લીધે બધા જાગી ગયા.
બહાર આવીને જોયુ તો ઘરમાં આગ લાગી હતી. બધા પોતાનો જીવ બચાવવા માટે ફટાફટ ઘરની બહાર નીકળી ગયા. થોડીવારમાં તો આખુ ઘર બળીને ભસ્મીભૂત થઇ ગયું. કુતરાના ભસવાથી ઘરના બધા જ સભ્યો બચી ગયા. ઘરમાં રહેતા નોકર ચાકર પણ ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા પરંતું બધાના જીવ બચાવનાર કુતરો પોતે જ મૃત્યુ પામ્યો.
ભસી ભસીને બધાને જગાડનાર કુતરો સાંકળથી બાંધેલો હતો. એ બંધનમાંથી મુકત ન થઇ શક્યો એટલે આગમાં બળી ગયો અને મૃત્યું પામ્યો.
મિત્રો, બીજાને ઉપદેશ આપનારા, કથા કરનારા વક્તાઓ , વિદ્વાનો અને પંડીતોની પણ કુતરા જેવી જ દશા થાય છે. એમના ઉપદેશથી બીજા જાગી જાય છે અને બચી જાય છે પણ પોતે કામ , ક્રોધ , લોભ , અહંકાર અને ઇર્ષાની સાંકળથી બંધાયેલા હોવાથી એ પોતે તો બળી જ જાય છે.

THANKS TO COMMENT