એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

Baldevpari
0

મિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે વિશ્વમાં છવાયેલા છે. સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પણ કેટલીક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે. આ માટે અહિં આપને જે ફોનમાં ગુજરાતી સાઇટ કે લખાણ જોઇ શકાતું નથી તેવા એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કઇ રીતે ઉમેરી શકાય. તેની રીત બતાવી છે. આપને ભલામણ છે કે જો આપ આ પ્રકારની બાબતોમાં નિષ્ણાત ન હોય તો આ રીતનો ઉપયોગ જોખમી છે. આપની જવાબદારીએ આ પ્રક્રિયા કરશો.
જરૂરિયાત
1. Root Master app

Link : 1
Link : 2

2. ES File Explore app

Link : 1
Link : 2

3.) યુનિકોડ ફોન્ટ DroidSansFallback.ttf

Link : 1

Link : 2

1.) તમારા ફોનમાં ફોન્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપે ફોનની સિસ્ટમનો લોક તોડવો પડશે. આ પ્રક્રિયાને ફોનને Root કર્યો કહેવાય છે. ત્યારબાદ ફોનનું ફોલ્ડર ખોલી શકાશે અને ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકાશે. આ માટે સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોનમાં Root master app ડાઉનલોડ કરી તમારો ફોન Root કરો.



2) હવે યુનિકોડ ફોન્ટ Droidsansfallback.ttf ડાઉનલોડ કરો. અને મેમરી કાર્ડમાં મૂકો.


3.) જો આપના ફોન પર ES File Manager એપ ના હોય તો પ્લે-સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.

4.) ES File Manager ઓપન કરો.

5.) મેનુ ઓપન કરી Tools >> Root

Explorer માં ON કરો. અને ત્યારબાદ

Root Explorer મેનુ ઓપન કરી મેનુ માં Mount R/W સિલેક્ટ કરો.

જેમાં ચિત્રમાં દર્શાવ્યા અનુસાર System માં R/W સિલેક્ટ કરો.






6.) હવે ડાઉનલોડ કરેલ DroidSansFallback.ttf કોપી કરીને
System/Fonts ફોલ્ડરમાં પેસ્ટ કરી દો.

7.) હવે પેસ્ટ કરેલા ફોન્ટની ફાઇલને સિલેક્ટ કરીને  Properties મેનુમાંથી Permission મેનુમાંથી સિલેક્ટ કરો.
જેમાં હેઠળ ચિત્રમાં દર્શાવ્યા અનુસાર  સેટ કરી Ok ક્લિક કરો.



8) ફોનને રીસ્ટાર્ટ કરો. હવે આપના એન્ડ્રોઇડ ફોન્ પર ગુજરાતી યુનિકોડમાં લખેલ ફાઇલ અથવા ગુજરાતી સાઇટ ખોલી જુઓ. જો ગુજરાતી જોઇ શકો છો તો આપ સફળ થયા છો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)